કોણ કહે છે કે માનવ થવામાં જ ભલાઇ છે, મળતા હોય રામ તો વાનર થવામા પણ ભલાઇ છે.

Pages

Sunday, June 27, 2021

વર્ગ પ્રોફાઇલ બનાવો

💥 વર્ગ પ્રોફાઇલ બનાવો💥

💥 એક્સેલ શીટ નીચેના લોગો પર ક્લિક કરી ડાઉનલોડ કરો💥


💥 સૌ પ્રથમ એક્સેલ શીટ કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરવી ત્યારબાદ ડેટા એન્ટ્રી કરવી 💥


🌸 કોઈપણ ધોરણ ના વર્ગની વર્ગ પ્રોફાઇલ બનાવી શકાય

🌸 આ શીટ 120 વિદ્યાર્થીઓની એન્ટ્રી માટે બનાવેલ છે.

🌸તમારે ફક્ત DATA ENTRY શીટ માં જ ડેટા નાખવાનાં છે.

🌸ડેટા એન્ટ્રી શીટ માં વિદ્યાર્થીઓનો ડેટા નાખવાથી આપોઆપ મોબાઈલ અને ગામ વાર વિદ્યાર્થીઓની યાદી બની જશે  તથા ઉપરની લાઇનમાં વર્ગ , વર્ગ શિક્ષકશ્રી નામ ,વર્ષ , શાળાનું નામ લખવાથી દરેક શીટમાં તે મુજબ આવી જશે

🌸 તમારા વર્ગ માં કુમાર અને કન્યા ની સંખ્યા આપોઆપ મળી જશે

🌸 તમારા વર્ગમાં SC( કુમાર /કન્યા ) , OBC( કુમાર /કન્યા ) , MUSLIM OBC( કુમાર /કન્યા ) , ST( કુમાર /કન્યા ) , GEN( કુમાર /કન્યા ) , MUSLIM GEN ( કુમાર /કન્યા ) ની સંખ્યા આપોઆપ મળી જશે

🌸 વર્ષ માં જ્યારે પણ વાલીસભા કરવી હોય તો એની શીટ પણ આપોઆપ બની જશે

🌸 ખૂબ જ અગત્યનું કે દરેક વિદ્યાર્થી નું પર્સનલ માહિતી ફોર્મ પણ તૈયાર થઈ જશે.❋ ફાઇનલ ફોર્મ માં ફક્ત વિદ્યાર્થીનો રોલ નંબર નાખી એન્ટર ક્લિક કરવાથી જે તે વિદ્યાર્થિની બધી જ માહિતી આવી જશે , જેની પ્રિન્ટ લઈ વર્ગ ના બધા વિદ્યાર્થી ની માહિતી ની ફાઇલ બનાવી શકાય

🌸 ડેટા એન્ટ્રી શિટ કે અન્ય કોઈ પણ શીટ ની પ્રિન્ટ લેવા માટે જેટલા વિદ્યાર્થી હોય તેટલા લખ્યા બાદ બાકીની રો હાઈડ કરવી , ડિલીટ કરવી નહીં.

🌸 વિદ્યાર્થી ની જાતિ એન્ટ્રી કરવા માટે આ રીતે કરવું 🌸

 ❋જનરલ કુમાર માટે "GEN-B" અને જનરલ કન્યા માટે  "GEN-G" લખવું
❋ઓબીસી કુમાર માટે "OBC-B" અને ઓબીસી કન્યા માટે "OBC-G" લખવું
❋મુસલમાન કુમાર માટે "M-OBC-B" અને મુસલમાન કન્યા માટે "M-OBC-G" લખવું
❋એસસી કુમાર માટે "SC-B" અને એસસી કન્યા માટે "SC-G" લખવું
❋એસટી કુમાર માટે "ST-B" અને એસટી કન્યા માટે "ST-G" લખવું

🌸 આશા રાખું કે તમને આ એક્સેલ શીટ ઉપયોગી બનશે

🌸 આપના અભિપ્રાય / સલાહ - સૂચન આવકાર્ય છે



1 comment:

Thank you very much - Divyesh S Raval